નિજાનંદ – સ્ત્રીને કુદરતની સહુથી મોટી ભેટ
નિજાનંદ – સ્ત્રીને કુદરતની સહુથી મોટી ભેટ
નિજાનંદ – સ્ત્રીને કુદરતની સહુથી મોટી ભેટ
સ્ત્રીને પોતાની રીતે સુખી રહેવું, કુદરતે આપ્યું અનેરું વરદાન છે
ભારતીય સ્ત્રી તો, પોતાની રીતે જ, રહી શકે મસ્તીમાં ગુલતાન છે
સમાજ ની કહેવાતી મદદ વગર પણ, સ્ત્રી પાસે હોય છે નિજાનંદનું આસમાન
કોઈ પણ દુઃખી નથી કરી શકતું એને હદથી વધુ, સ્ત્રી અંદરૂની શક્તિની શાન છે
સ્ત્રીના અવાજનું ગુંજન તો, હરહંમેશ રહે છે મહેકતું અને ચહકતું
સાંભળો એના હાલરડા, માતૃત્વના સત્વનું એમાં અનુસંધાન છે
ખેતરમાં સપના નું વાવેતર કરતી, મજૂર સ્ત્રી નથી મજૂરી થી પરેશાન
એના મોઢે અનાય
ાસે નીકળતા ગીતો, પુરા વાતાવરણને રાખે યુવાન છે
શેરી, નવરાત્રી કે પ્રસંગો માં જ્યારે ઝીલતી હોય છે ગરબા પોતાની ધુન માં
દુનિયાદારી અને દુઃખથી અલિપ્ત રહી, ગરબા માં રહે મસ્તાન છે
રસોડાની મેઘધનુષ જેવી રંગીન મસાલા દાની માં સ્ત્રી રહે છે મસ્ત
કુટુંબ સેવામાં મગ્ન એવી સ્ત્રીને પોતાના દુઃખનું રહે ક્યાં ધ્યાન છે?
દુનિયા સાંભળે કે નહીં, દરેક જગ્યાએ હોય છે સ્ત્રીના નિજાનંદ નો અવાજ
આ નિજાનંદ નો અવાજ, સ્ત્રીની જજબાત ભરી જાન માટે અભયદાન છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ