STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4.7  

Bharat Thacker

Abstract Inspirational

સંબંધોની દુનિયા

સંબંધોની દુનિયા

1 min
264


StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 47

November 30, 2024


 

સંબંધોની દુનિયા

 

 

ભગવાને આપેલ અવનવા સંબંધો થકી, જિંદગી તવંગર છે

સારી રીતે જીવન જીવવા માટે, સારા સંબંધો એક વર છે

 

વગર સંબંધો ની દુનિયાની તો કલ્પ્ના પણ કરી નાખે છે દુઃખી

રૂણાનુબંધ થકી મળેલા આપણા સંબંધ થકી, જિંદગી તરબતર છે

 

સારા સંબંધોની દુનિયા માટે, વિશ્ર્વાસ જ બની રહે છે સહુથી મોટી આસ

g>

સંબંધો તૂટવા ના કારણો માં અવિશ્ર્વાસ જોવા મળે અકસર છે

 

સંબંધની દોરી નું બંધન હોય છે દુનિયા માં હરએક મનુષ્યને

બંધન હોવા છતાં જુઓને, સંબંધ થકી જિંદગી મનહર છે

 

સંબંધોની દુનિયા થકી એહસાસ થાય છે એક અલગ અનુભૂતિનો

ખુશી અને સુખ આપતા સંબંધ માં ઇશ્વરનો અલૌકિક સ્વર છે

 

દુનિયાના દરેક સંબંધને, માવતર જેવું મળવું જોઈએ ઘડતર

પ્રેમ અને કાળજી સારા સંબંધ માટે સહુથી સારા ખાતર છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract