STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4.7  

Bharat Thacker

Abstract Inspirational

જીવનની રમત

જીવનની રમત

1 min
362


StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 46

November 23, 2024


 

જીવનની રમત

 

 

 

જીવનની નિરર્થકતા વિષે જ વિચારો તો, જીવન બની રહે એક અંધકાર છે

નાની નાની વાતો માં ડહોળાઈ જાવ તો પછી, જીવન બની રહે ચિત્કાર છે

 

બૌધ્ધિક અને સંવેદનશીલ લોકોને પજવે છે, જીવનની નિરથર્કતાના વિચારો

એક જ ચાલ માં ચાલતા જીવનનું બિબાઢાળ ચિચોડો, એમને પીડે પારાવાર છે

 

અસ્તિત્વની  નિરર્થકતા  વિશે રચાઈ ગયેલ સાહિત્યમાં છે, પીડા ભરી પુકાર

નકારાત્મકતા ભરી આ વિચારધારાના લોકો માટે, જીવન બની રહે નિઃસાર છે

 

આમ તો સર્વે લોકો

 અટવાયેલ હોય છે, જીવનની ભૂલભુલામણી ભરી રમતમાં

જીવનની રમત સમજાણી નથી કોઈને, રમતા રમતા થઈ જવાય ભવપાર છે

 

બચપન, યુવાની અને વૃદ્ધાવસ્થા, જીવનના દરેક તબક્કામાં છે આગવો આનંદ

દરેક તબક્કા સાથે થઈ જાવ એકાકાર, તેમાં જીવનનો અલૌકિક સાર છે

 

જીવનની અર્થહીનતા અને અસ્તિત્વની નિઃસારતાની વાતો, જીવનને કરે છે તાર તાર

આવી પળોજણમાં પડ્યા વગર જીવી જાવ ‘સૌરભ’ તો, જીવન બની રહે એક સીતાર છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                             ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract