નનામી
નનામી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
જાય છે એક નનામી, પણ છે એક નામની,
સાથે ઘણું જઈ રહ્યું છે,
તો કોઈનું આખું વિશ્વ જઈ રહ્યું છે,
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે,
તો કોઈની સ્વપ્ન સૃષ્ટિ જઈ રહી છે,
કોઈનો વિશ્વાસ જઈ રહ્યો છે,
તો કોઈનું ઋણાનુબંધન તૂટી રહ્યું છે,
મન ઈશ્વરને ફરિયાદ કરી રહ્યું છે,
દુન્યવી લાજ માટે ઘણા સાથે જઈ રહ્યા છે,
પણ સ્વજન માટે તો આત્મીય જઈ રહ્યું છે,
શરીર તો માત્ર આત્માના બંધનથી મુક્ત થઈ ગયું છે,
પણ અંતર મન વિષાદયુક્ત થઈ રહ્યું છે,
ક્યાંક કોઈનો શિલાધાર જઈ રહ્યો છે,
યાદોનું આકાશ મૂકીને અવકાશ થઈ રહ્યો છે,
નનામી એક નામની સાથે ઘણું લઈને જઈ રહી છે.