દીકરી
દીકરી
દીકરી એટલે સમજણ અને અણસમજ
વચ્ચેની દોરી,
દીકરી એટલે રિસાવુંથી મનાવું
વચ્ચેની કડી,
દીકરી એટલે સ્વાર્થ અને નિ:સ્વાર્થ
વચ્ચેની લાગણી,
દીકરી એટલે શું થયું ? અને કેમ ના કહ્યું ?
વચ્ચેની દીવાલ,
દીકરી એટલે કેવી રીતે બનાવું થી શું બનાવ્યું ?
સુધીની સમીક્ષા,
દીકરી એટલે શું પહેરું ? થી માંડીને આવું પહેરાય
સુધીની ગાથા,
દીકરી એટલે આવું થયું થી "કેમ ના કહ્યું ?"
સુધીની વાર્તા,
દીકરી એટલે કઈ દવા લઉ ? થી આ પ્રમાણે દવા લેજો
સુધીની ચિઠ્ઠી,
દીકરી એટલે આ પ્રમાણે જ કરીશથી આમ જ કરજો,
સુધીનો ઓર્ડર,
દીકરી એટલે ફોન ક્યાં હતો ? થી માંડી ફોન ફેંકી દેજો,
સુધીનું કમ્પ્લેન બોક્સ,
દીકરી એટલે આવું છુંથી માંડી આવી જઈશ
સુધીનું પ્રોમિસ,
દીકરી એટલે મેથીની કડવાશ માંડીને રસગુલ્લા જેવી મીઠાશ,
દીકરી એટલે ગમો અને અણગમો
તરત જ વ્યક્ત કરનાર વ્યક્તિ,
દીકરી એટલે હું શું કરું ? થી માંડીને આવી રીતે કરો, આવી રીતે થાય
સુધીની સફર,
દીકરી એટલે હું શું કરુંથી માંડી ને શાંતિથી કહું છું
સુધીની મિસ્ટ્રી,
દીકરી એટલે હું આવીશ પછી બધું જોઈ લઈશ
સુધીની કેમેસ્ટ્રી,
દીકરી એટલે કેવી રીતે ભરવું ? થી માંડીને
ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું,
સુધીનું મેથેમેટિક્સ,
દીકરી દુનિયાના ગમે તે ખૂણે હોય
પરંતુ તેનો છેડો તો ઘર જ હોય,
છતાંય દીકરી માટે કંઈ ન લખાય
માત્રને માત્ર અનુભવાય.
