મારી ડાયરી
મારી ડાયરી
હું અને મારી ડાયરી
થોડા પ્રશ્નો અને થોડી શાયરી,
થોડા શબ્દો અને થોડી ગાયિકી
થોડા કાવ્યો અને થોડા વાક્યો,
થોડી ભૂલો અને થોડી લાગણી
થોડા અનુભવ અને થોડી વાર્તા,
થોડી ગમ્મત અને થોડી હળવાશ
થોડી મીઠાશ અને થોડી કડવાશ,
ક્યારેક હસાવે ક્યારેક રડાવે
માનવતાના પાઠ ભણાવે,
મારી ડાયરી મારા મનની મોકળાશ
આપે મને પોતાનું આકાશ.
