શોધીશ મને
શોધીશ મને
શોધીશ મને, મારા પછી મારા શબ્દોમાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ તેના બંધારણમાં,
શોધીશ મને, મારા પછી મારી ડાયરીના પાનાંમાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ તેના દરેક વર્ણનમાં,
શોધીશ મને, મારા પછી મારા દરેક સર્જનમાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ તેના દરેક આવરણમાં,
શોધીશ મને, મારા પછી તારા અંતરના ઓરડામાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ તારા નિર્મળ હાસ્યમાં,
શોધીશ મને, મારા પછી આપણા ઘરના આંગણામાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ ચારેકોર મહેકતી સુગંધમાં,
શોધીશ મને, મારા પછી સાથે માણેલી યાદોમાં
ક્યાંક ને ક્યાંક જીવંત હોઈશ નાના નાના સ્મરણોમાં,
જીવી લે આજમાં, હસી લે આજમાં
શોધવી પડે મારા પછી મને, એના કરતાં માણી લે તું મને આજમાં.

