STORYMIRROR

Manali Sheth

Inspirational Others

3  

Manali Sheth

Inspirational Others

માસી બા

માસી બા

1 min
261

દિલ મારું પણ ધડકે છે તમારી જેમ,

હાડ માંસ મારે પણ છે તમારી જેમ,


લાગણીઓ મારે પણ છે તમારી જેમ,

શું કામ છું જનમ્યો આવો મારો પણ પ્રશ્નાર્થ છે,


શું મારામાં છે ખામી ?

શું કરું હૃદય છે ઉર્ધ્વગામી ?


દરેક વાતો મારી તમારા જેવી,

બુદ્ધિ પણ છે તમારા જેવી,


તો શા માટે મને ગણવો અલગ ?

માત્ર પ્રકૃતિ એ આપી લાગણીનું બંધારણ અલગ !


શું છે એમાં મારો વાંક ?

શું હું કરી ન શકું તમારી જેમ કામ ?


શા માટે મારી અલગ જાત ?

શું હું પણ નથી માણસજાત ?


શા માટે મારે માંગવું પડે ?

જો મને પણ તમારા જેમ ગણવો પડે !


વિચારજો ક્યારેક મનથી આ વાત

કેટલાય લોકોની છે આ વાત,


પ્રકૃતિ એ બનાવ્યા છે અલગ,

પણ માણસાઈનો છે અમે ભંડાર,


સમાજ ક્યારે અમને સ્વીકારશે ?

વાતો ઘણા કરશે અમારી

પણ પીડા થોડા સમજશે અમારી...


જો થોડાની પણ ધારણા બદલાય

તો નવી વિચારધારા રચાય....


સ્નેહ અને લાગણીનો અમે ભંડાર..

એટલે "માસી બા" અમારું વ્હાલું ઉપનામ...


કોઈક તો સમજશે અમને કોઈકવાર..... ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational