વસ્તી
વસ્તી
અપનાવી સહું નિયંત્રણની વ્યાખ્યા,
કુટુંબ નિયોજનનાં સર્વ સંભારણા,
પૃથ્વી પર થતી વસ્તીતણી આ સમસ્યા,
જાગૃતતા અપનાવી આણીએ ચેતનતાં,
પ્રગતિનાં આધારસમ ભવિષ્યને સંભારતાં,
સ્વપ્ન સહું સાકાર કરી પૃથ્વીને બચાવતાં,
સંદેશ આ વસ્તીતણી આપણી સમસ્યાઓના,
જગ આખામાં આપણે કેમ ન વિસ્તરાવતા,
વિનાશના આ કારણને હંકારી અમ સહું,
કુદરતનાં આ સાનિધ્યમાં પ્રેમથી પાંગરતાં,
ભગવાનની ભેંટ સમી આ કુદરતની લીલોતરીમાં,
ન હણતાં વસ્તી વધારાથી ન ખુંપતા ક્રૂરતાના પગલાં.
