સ્નેહ મિલન
સ્નેહ મિલન
સ્નેહભર્યું "આમંત્રણ" સ્વીકારી અમે સહુ જણ,
શબ્દ વાવેતરનાં "વધામણા" લેવાં આવ્યાં પણ,
મળવાનો આગ્રહ સ્વીકાર કરી સહુ જણ,
એકમેકને "આતુરતાથી" જોવાની સંધિભેર,
મળવાની આ વર્ષોજૂની "ઉત્સુકતા"ને આમ,
શું "વિનવું" હું અહીં ટૂંકી "પંક્તિઓ" થકી,
"હૃદયસ્થ" ભાવોને શું વિનવું હું શબ્દો થકી,
આમ ભાવનાઓના "છલકાતા" ઉમળકા ભરી,
સહૂજણને "નિહાળ્યાં" હતાં એક "તસવીર"રૂપી,
જેમની "તસવીર"થી જ એમનાં શબ્દોને વાંચ્યા હતાં,
મિલનની એ પાસે આવેલી "વેળા"ને અમ કદી,
વિસરી ન શકીએ એ ભાવનાથી જોડાયેલી "પળ"ને,
શું કહીશું અને કોને પહેલાં "મળીશું" એ જ ભાવ સહ,
બસ, એવી જ "ઉત્સુકતા" સહ "તરીશું" એકમેક "સંગ",
"તરવરતી","ઝળહળતી" મનગમતી લાગણી આજ,
આવી ઊભી થઈ રહી "કાયાવરોહણ" મૂકામે આજ,
"હર્ષોલ્લાસ"માં "વીત્યાં" બે દિન અહીં આજ,
જાણે સહુએ "એકમેક"સહ બાંધી સંબંધોની "શાખ્",
ન ભૂલી શકાય "સહુ સંગ" એવી વીતી છે સહુ "પળ",
શબ્દ વાવેતરે બનાવી એક "અનોખી" પરિવારની "હરોળ".
