વિદાય
વિદાય
"વિદાય"ની વેળા કેટલી ન્યારી છે ?
કાઢી "પિતા"ની આતરડી આપી છે.
કરવા દીકરીનું એક પિતા "કન્યાદાન",
"માતૃત્વ" ન્યોછાવર કરતું "અભિમાન".
સંબંધોની સુગંધને પ્રસરાવતી રેલાવતી,
એક દિકરી પિયર અને સાસર બન્નેને સંભાળતી.
ચૂકવતી રહેતી ઋણ બન્ને ઘરોનાં "સંસ્કારો"નું,
"સળવળતી", ભીની ભાવનાઓનાં "ભાવ"નું.
"આખલડી" છલકાતી જાતી એક પિતાની,
જ્યારે કાળજા કેરી દીકરીની "વિદાય" થાતી.
એક એક ક્ષણ અત્યંત ભારી થાતી,
જ્યારે પોતાનું "કાળજું" કોરી એક દિકરી જાતી.
શું "વિનવાય" એ લાગણીનાં સંબંધોને,
જ્યાં એક પિતા "વળાવતો" પોતાનાં ફૂલની ક્યારીને.
એક માળી બની સિંચવતો "ભીંજવતો" પિતા,
સતત "ઝઝૂમતો" કાળજા કેરો દીકરીની ખુશીઓ માટે.
