અસ્તિત્વ
અસ્તિત્વ
અસ્તિત્વની ક્યાં કોઈ પરિભાષા છે !
એતો પોતાનામાં જ સર્વવ્યાપ્ત છે.
સતત શોધવું પોતાનામાં બસ પોતાને,
એજ તો અર્થ છે, સર્વત્ર જગવ્યાપ્ત રે.
ઝોકી દઈ પોતાની જગમાં જાતને હું,
નિષ્ફળતા મેળવતાં રહેતો સંતાપ રે.
સતત પામવાં સફળતાને મારી જાત રે,
રહેતો આ જીવ મારો આનંદિત ઉમંગ માં રે.
કહેવું હમેંશ મારે મારી અસફળતાંને,
ઊઠ ઊભા થઈ તું ભાગ તારા પ્રયાસમાં રે.
ના કર તું વાગવા ને પડવાથી સંકોચ રે,
દોડ તું તારાં અસ્તિત્વની કાજ રે.
ભાગીશ, ફરીશ, ચરીશ ત્યારેજ મેળવીશ,
સુગંધ તું પ્રગતિના ઓડની રે.
મેળવવા તું પોતાને પોતાનું અસ્તિત્વ,
ઝંખના કેરા પૂલ સતત બાંધતા રે.
તયારે તું ચોક્કસ મેળવીશ ઊંચાઈ,
જીવનમાં તું સફળતાની ચાવી રે
