સ્પર્શ
સ્પર્શ
સ્પર્શનું સ્પંદન શું વર્ણવું હું આજ,
ન વર્ણવી શકાય એવી લાગણીનો સ્પર્શ છે.
મનગમતી ભાવનાઓને હું શું વર્ણું આજ,
હ્રદયમાં સ્પર્શતી તારી વાતને હું શું કહું આજ.
સમજું હું અને શું સમજાવું આ તારા સ્પંદનને,
શું કહું હું તારા આ બદલાતા ભાવના સ્પર્શને.
હૃદયસ્થ ભાવોને સ્પર્શી જતાં આ સ્પર્શને,
અવર્ણનીય આહ્લાદ ને બસ, પામી જતો આ સ્પર્શ.
શુન્યમય કરી મને આત્માને સ્પર્શી જતો તારો સ્પર્શ,
શૂન્યાવકાશ બની તરવરતી તારી લગનીમાં ડૂબી જતો આ સ્પર્શ.

