સાનિધ્ય
સાનિધ્ય
1 min
381
શું શીતળતા છે, ઠંડકભર્યા સાનિધ્યની,
વરસાદી વાયરામાં મહેકતી આ સુગંધની.
લીલોતરી જામી છે, સુંદર ખેતરોમાં અહી,
ઝરમર વરસતા અહી વરસાદની "હેલી".
પામી જવાય છે આહ્લાદક "માધુર્ય" અહી,
ઠંડક થકી વાયારાઓનો "સાર" મન ભરી.
ઉભરાતો, ઉમળકાભેર ભીનો આ વરસાદ,
લહેરાતાં ખેતરોમાં વહેરાવતો મીઠો "સાદ".
હરિયાળી છે ચોતરફ ખુશનુમાં આહ્લાદની,
શાંતિભરી સુગંધની લહેર વરસે આ "પ્રવાસ"ની.
ખેડવો છે પ્રવાસ મને આ "શાંતિવન"ના બાગમાં,
આવાજ મનમોહન સુંદર કુદરતનાં "પ્રાંગણ" મા.
