"વિસ્મય"
"વિસ્મય"
"વિસ્મય"રૂપી સાગરમાં હું,
પ્રાર્થતી રહી મનના મંથનને,
શું ક્ષમાયાચના કરતી હવે,
જ્યાં મારું સર્વસ્વ અર્પણ હતું,
ના યાચી શકી હૃદયસ્થ ભાવોને,
સમયની કુંડળીનો યોગ હતો એ,
ભાવનાના ભાવને અંકુશમાં રાખી,
તરછોડતી રહી હું મારાં શ્વાસને,
ક્ષમાયાચના ને મારી ન સમજી શકે,
શું વિસ્તરું હું કફોડી બનેલી એ લાગણીને,
બસ, વિચારોના "વિમર્શ" ને સાધતી હું,
રાહમાં જ મળશે વિસ્મયથી પ્રેમ મને,
શોધતી, તાકતી લાગણીની કીડિયાસેર,
બંધાશે જ એ વિશ્વાસથી વધતી જ રહી પથ પર હું.
