STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

પૈસાથી સુખ કેટલું

પૈસાથી સુખ કેટલું

1 min
182

ઘરના હોય સભ્યો અપાર

છતાં નહીં કોઈ સાથે વહેવાર

પૈસાથી સુખ કેટલું, કરીએ સરવાળા મારા ભાઈ !

આડોશ પાડોશમાં ઓળખે ન કોઈ

બંગલામાં રહેવા ન સંગાથી કોઈ

પૈસાથી સુખ કેટલું, કરીએ સરવાળા મારા ભાઈ !

ગાડી, બંગલા મળે અપાર

ચાલવાથી જ તંદુરસ્ત શરીર

પૈસાથી સુખ કેટલું, કરીએ સરવાળા મારા ભાઈ !

સુખ સુવિધા ભરપૂર દેખાય

દાન પુણ્યના કોઈ કામ ન થાય

પૈસાથી સુખ કેટલું, કરીએ સરવાળા મારા ભાઈ !

ભક્તિ વિના નહીં મુક્તિ રે

સંપતિના સુખ થોડા દિવસ રે

પૈસાથી સુખ કેટલું, કરીએ સરવાળા મારા ભાઈ !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational