શિયાળો
શિયાળો
બા મને શિયાળો બહું બહું ગમતો
કડકડતી ઠંડીમાં એ રમતો ભમતો
શિયાળો આવતો ને બોર મીઠા લાવતો
અડદિયા ચીકીને સંગ એ ભમતો
બા મને...
શિયાળો મજાની કસરત લાવતો
કસરત સાથે તંદુરસ્તી સૌને આપતો
બા મને...
શિયાળો તાજગી ને સ્ફૂર્તિ આપતો
આળસને ગરમી થી દૂર સૌને ભાગતો
બા મને.....
શિયાળો સૌને થરથર ધ્રુજાવતો
તાપણાં ને સગડી કરી ઠંડી ભગાડતો
બા મને ....
ગુલાબી ઠંડીમાં સૌને હસાવતો
શાલ સ્વેટર ને ટોપીમાં ઘૂમતો
બા મને...
પતંગ ચગાવીને ધૂમ મચાવતો
ઉતરાયણ રૂડો સૌને હસાવતો
બા મને...
