પ્રેમથી રહીએ
પ્રેમથી રહીએ
વેરઝેર થકી નથી પ્રગતિના દ્વાર
એતો છે અધોગતિ કેરા દ્વાર
વેરઝેર ભૂલીને પ્રેમથી સો રહીએ...!
નાના કે મોટા સૌને પોતાના માનીએ
સૌ સરખા ઈશ્વરના દરબારમાં રહીએ
વેરઝેર ભૂલીને પ્રેમથી સૌ રહીએ...!
મિત્રતા સર્વ દુઃખોનો ઇલાજ
સંબંધો થકી સુખી છે સમાજ
વેરઝેર ભૂલીને પ્રેમથી સૌ રહીએ...!
ઈટાકિટા ઘડી બે ઘડી સારા
એકલતામાં નથી કોઈ સહારા
વેરઝેર ભૂલીને પ્રેમથી સૌ રહીએ...!
સંપીને રહેતા સાથ સૌનો મળે
સારા પ્રસંગે કોઈ ન સાંભળે
વેરઝેર ભૂલીને પ્રેમથી સૌ રહીએ...!
