શબ્દ-અર્થ
શબ્દ-અર્થ
શબ્દને અર્થનું વળગણ ઘણું.
અર્થને શબ્દનું સગપણ ઘણું.
અર્થ શબ્દના અંતરે છૂપાતો,
ઘટને સમજાતું ગળપણ ઘણું.
શબ્દ જોડાયને તૂટતો કદીએ,
યોગ્ય અર્થમાં શાણપણ ઘણું.
એક શબ્દ કટાર બની વીંધતો,
બીજો શોભાવે આંગણ ઘણું.
શીખવા શબ્દો આયુ વીતાવી,
ગયું એમાં જ બાળપણ ઘણું.