STORYMIRROR

Harshida Dipak

Fantasy Inspirational

4  

Harshida Dipak

Fantasy Inspirational

સપનાની રાત

સપનાની રાત

1 min
26.7K


સતરંગી સપનાની મેઘલ રાત વીતી જાય છે,

પ્રેમલતારાથી સજેલા સપનાં શરમાય છે.


પોપચાની બારી,

હળવે હળવેથી ખોલી,

સપનાને ખેરી,

નાખી નિંદરડી ડોલી,

રાતી - માતી આંખડીમાં વાત વહેતી જાય છે

સતરંગી સપનાની...


વાંસલડિથી વહેતો,

મીઠો નાદ મધૂરો બોલે,

મીરા ને રાધાનો,

નટવર નાનકડો ડોલે,

સોળ કળાએ ખીલેલી કંઇ ચાંદની શરમાય છે

સતરંગી સપનાની...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy