STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

4  

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

મુલાકાત

મુલાકાત

1 min
471


મળ્યા મને રાઘવ શબ્દના સથવારે.

મળ્યા મને રાઘવ અર્થના વિસ્તારે.


હૈયું થયું પુલકિત ઉર્મિ વહે અધિક,

મળ્યા મને રાઘવ ઉરના ધબકારે.


પ્રગટ્યો પ્રેમ પદારથ પ્રભુ પ્રાપ્તિમાં,

મળ્યા મને રાઘવ નૈનની અશ્રુધારે.


કૌશલેશ કરુણાનિધિ કંદર્પ હારે,

મળ્યા મને રાઘવ જિહ્વા ઉચ્ચારે. 


થઈ અચેતનને હરાઈ ગૈ વાણી,

મળ્યા મને રાઘવ સંતના આવકારે.


ના મંદિર કે ના અવધની શેરીમાં,

મળ્યા મને રાઘવ માનવતાના દ્વારે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy