ગઝલ- મૃગજળ
ગઝલ- મૃગજળ
મળાય તો ફરીથી મળવું છે,
અતીતમાં ફરીથી સરવું છે,
ઘણુંય પૂછતી રહી આંખો,
જવાબમાં તો ફકત હસવું છે,
ગળે ઉતારી વાત મેં તારી,
હવે જરાક ઝેર ગળવું છે,
છળે છે સૌને મૃગજળ કાયમ,
કદીક મારે એને છળવું છે,
ઉગી ઉષાનું સાંજના ઢળવું,
કે રોજ જીવી રોજ મરવું છે,
અનેક પ્રશ્ન લઈ ફરે ફૂલો,
સવાર સાંજ બસ ભટકવું છે,
બરફની જેમ ઓગળી જાશું,
પ્રથમ અમારે કયાંક ઠરવું છે.
