STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational

3  

Chaitanya Joshi

Drama Inspirational

શાળાગીત

શાળાગીત

1 min
13.8K


જ્યાં વીણાવાદિની વસનારી,

એવી શાળા છે સુંદર મારી,

પ્રાર્થનાના સૂરે શોભનારી,

એવી શાળા છે સુંદર મારી,


પ્રેરણાના પીયૂષ પાનારી,

શિસ્તથી લાગે છે ન્યારી,

થતી પ્રવૃત્તિ જ્યાં એકધારી,

એવી શાળા છે સુંદર મારી,


વિવેકનાં વાવેતર કરનારી,

જ્ઞાન વિજ્ઞાનમાં એ ધપનારી,

હરબાળ ઇશનાં પ્રભારી,

એવી શાળા છે સુંદર મારી,


સંસ્કારના સહુમાં સિંચનારી,

મા શારદાને લાગે છે ન્યારી,

અજ્ઞાન તિમિરને હરનારી,

એવી શાળા છે સુંદર મારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama