નિવારણ
નિવારણ
ઝંખું છું મારા ઉદાસ મનને,
પ્રેમના હુફનું આવરણ મળે,
અગણિત કોરા સવાલોનું!
ક્યાંક તો કોઈ તારણ મળે,
ઘાવ ઘણા ઊંડા છે હૃદયના,
ભરાશે, જો કોઈ મારણ બને,
જીવવું મારે પણ છે ખુશીથી,
કોઇક તો ખુશીનું કારણ બને,
બોલને ઈશ તું તો એકવાર!
એકલતાનું શું નિવારણ મળે?