કરજે ને કોલ !
કરજે ને કોલ !


કરજે ને કોલ ક્યારેક ! તારી મન - મરજીએ !
થાય હરખ હૃદયને બે ઘડી એવી વાતો કરીશું.
હોય જે દિલમાં, એ વાત હોઠ પર લાવજે !
સાંભળીશ તને, પછી સાથે આંખો ભીની કરીશું.
ગાયબ તો નહીં પણ દર્દ ઓછું કરીશ એ પાક્કું !
હસતાં હસતાં આમજ મનને પણ મનાવી લઈશું.
જાણું છું ! ઘવાયું હૃદય તકલીફ વધુ આપે છે !
ભૂલાવી દરદ એનું પછી એને પણ હસાવી દઈશું.
હા! હસી કાઢવા જેવી જ હોય છે વાતો મારી,
ભલે મર્મ ના સમજાય, પણ હોઠને મલકાવી દઈશું.
કરજે ને કોલ ક્યારેક ! બહુ વિચારીશ નહિ,
થાય હરખ હૃદયને બે ઘડી એવી ઘણી વાતો કરીશું.