Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Tragedy

3  

MILAN LAD

Tragedy

વિદાયના એ અવસર પછી

વિદાયના એ અવસર પછી

1 min
496


ચાર દીવાલો વચ્ચે સૂનકાર ફેલાઈ જશે !

ને ઘર આ ખાલી ઓરડો બની રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


ઝાંઝરનો એ રણકાર ક્યાંક સંતાઈ જશે !

ને આ ઘટનાઓ માત્ર યાદ બની રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


સર્વત્ર મૌન, આંખે ભીનાશ ઉભરાઈ જશે !

લાગણીઓ સઘળી પથ્થર બની રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


વિરહના દરદ નીચે ભૂખ પણ દબાઈ જશે !

થાળીનો રોટલો પછી ટાઢો પડી રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


એ લાલ આંખોની નીંદર પણ ખોવાઈ જશે !

દિનભર વરસ્યા પછી રાત જાગતી રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


થશે સવાર, પણ એ પગરવ હવે લપાઈ જશે !

પહાડ સમો બાપલીયો બિચારો બની રહી જશે.

વિદાયના એ અવસર પછી ... !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy