STORYMIRROR

અજય પરમાર "જાની"

Tragedy

4  

અજય પરમાર "જાની"

Tragedy

એ વાત સાચી છે

એ વાત સાચી છે

1 min
399

થંભી જાય છે કદમ એ વળાંક ઉપર એ વાત સાચી છે,

સચવાયેલી છે ત્યાં એક યાદ એ પણ વાત સાચી છે,


ઉપડતા કદમ ત્યાંથી એ ભારથી જકડાઈ છે એ વાત સાચી છે,

હૃદય હજુ ત્યાં જ જકડાયેલું છે 

એ વાત પણ સાચી છે,


લખ્યાં નવા પાનાં જીવનનાં એ વાત સાચી છે,

જૂના પાનાં ઉથલાવી લઉં છું ક્યારેક,

એ વાત પણ સાચી છે,


તૂટેલું છે હૃદય "અજય"નું એ વાત સાચી છે,

એમાં પણ તું જીવિત છે એ વાત સાચી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy