મિત્રો
મિત્રો
મિત્રતા નો કોઈ પર્યાય નથી,
મિત્રો ઔષધિ છે !
જીવનનું ઘણું દુઃખ ત્યાં જઈ મટે,
જ્યાં મિત્રોની ટોળી ઊભી હોય !
એ જગ્યાને દવાખાનું તો ના કહી શકાય,
તોય કેટલાય દર્દ ત્યાં મટે !
એક હજાર પુસ્તકો તો ના રાખી શકીએ,
પણ એક મિત્ર જરૂર રાખી શકાય,
રોજ સાંજે ચા ની લારી પર,
એક રાહ જોતો મિત્ર જોઈએ !