તું છે ક્યાં??
તું છે ક્યાં??
વાહ વાહ થઈ રહી છે આજે જોને બધી મારી,
તું છે ક્યાં??
હૃદય ફંફોસ્યું, શહેરમાં શોધ્યું,
ગલી એક પણ બાકી નથી
તું છે ક્યાં???
પુસ્તકો ખોડયા, પાનાં ખોલ્યા લીટીના દરેક અક્ષર વાંચ્યા
પણ તું છે ક્યાં???
જગજાહેર કરું છું, કવિતાઓ આ જગતમાં તને શોધવા,
મળે વાંચવા તો કહેજે,
તું છે ક્યાં??
"અજય" ના હૃદયમાં કે "જાની"ના જીવનમાં
તું છે ક્યાં??

