જાણે કે કંઈ ખબર ન પડી
જાણે કે કંઈ ખબર ન પડી
1 min
161
ખેતર ખેડતાં ખેડતાં ક્યારે શબ્દો ખેડ્યાં જાણે કઈ ખબર ના પડી,
વાવેતર કરતા કરતા ક્યારે રચનાઓ થઈ કે, જાણે કઈ ખબર ના પડી,
લણણી કરતા કરતા કયારે લચી પડ્યો હું કવિતામાં કે, જાણે કઈ ખબર ના પડી
"અજય"ને એક નવું નામ મળ્યું "જાની" જાણે કે કંઈ ખબર ન પડી,
ખેતીવાડી મદદનીશથી કવિતાના પંથે ચાલી નીકળ્યો છું હું,
જાણે કે કવિતાઓના ખેતરમાં, કઈ ખબર ના પડી.
