જરૂરી છે
જરૂરી છે
હું ના હોઉં પણ તને હું યાદ હોઉં, જરૂરી એ છે..
રૂબરૂ તો શક્ય નથી ને હોઉં,
તારી યાદોમાં હું હોઉં જરૂરી એ છે..
હેડકી ના આવે તો શું થયું,
એ વિશ્વાસ હોય કે "જાની" ને હું યાદ છું,
જરૂરી એ છે..
મારી કવિતાઓમાં તું ના હોય તો શું થયું ?
ગઝલોમાં તો તું જ હોઈશને,
જરૂરી એ છે...
હું ભલે ને આગળ ના વધુ,
તું આગળ વધે જરૂરી એ છે...
મારી વાતોમાં તું ના હોય,
પણ વાર્તામાં તારું નામ હોય જરૂરી એ છે...
સમય વહ્યો, સમય સાથે હું તો ના બદલાયો તું બદલાઈ એ તારા માટે જરૂરી છે....
જરૂરી છે એક યાદના તાંતણે બે જિંદગીઓનું જોડાઈ રહેવું એક બીજા વગર....
જરૂરી એ છે.