Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર "જાની"

Drama

3  

અજય પરમાર "જાની"

Drama

શું ફરી મળશે બાળપણ?

શું ફરી મળશે બાળપણ?

1 min
142


ખુલ્લાં રસ્તે ચપ્પલ વગર રખડવા, 

શું ફરી મળશે બાળપણ ?

બેગ નહિ પણ કાપડની થેલીમાં નિશાળના ચોપડા લઈ જવા, શું ફરી મળશે બાળપણ ?


મિત્રો સાથે એ ગિલ્લી - દંડો, લખોટી, સતોલીયું, માર દડી, માચીસની છાપો,

એવી બધી રમતો રમવા માટે,

શું ફરી મળશે બાળપણ ?


લીમડાના ઝાડ સાથે, ટાયરના ટ્યુબનો હીંચકો ખાવા,

શું ફરી મળશે બાળપણ ?

વરસાદના એ પાણીમાં કાગળની હોડી બનાવવા,

શું ફરી મળશે બાળપણ ?


સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમધમ એ સૂત્ર ને ચરિતાર્થ કરવા, શું ફરી મળશે બાળપણ ?

ટેકનોલોજીથી ભરેલા આ વ્યસ્ત જીવનમાં, 

ફરીથી એ નિરાંત ભર્યું જીવન જીવવા "અજય",

શું ફરી મળશે બાળપણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama