STORYMIRROR

Geeta Thakkar

Drama Romance

4  

Geeta Thakkar

Drama Romance

લાગણીઓને સજાવે

લાગણીઓને સજાવે

1 min
334

લાગણીઓને સજાવે ચોકલેટ,

ને ખુશીઓને વધાવે ચોકલેટ,


હોય સંબંધો જો થીજેલાં કદી,

ઊર્મિને પીગળાવે ચોકલેટ,


થાય જો રિસામણાં કો' સ્નેહમાં,

દૂર સઘળાં એ ભગાવે ચોકલેટ,


શુભપ્રસંગે એકબીજાંને સહુ,

ભેટરૂપે નિત થમાવે ચોકલેટ,


બાળ થોડું જો રિસાઈ જાય તો,

પ્રેમથી એને મનાવે ચોકલેટ,


પ્રેમીઓને જિંદગીની રાહમાં,

હેતથી કાયમ મળાવે ચોકલેટ,


એકબીજામાં ભળો મીઠાશ થઈ,

પાઠ નિરાળા ભણાવે ચોકલેટ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama