વ્હાલી સખીઓ
વ્હાલી સખીઓ
સખી જેનું નામ બોલતા જ, છવાય મુખ પર આનંદ,
મિલન હર ક્ષણે ઝંખે, દિલનો ભાર કરવા હળવો.
નિત્ય મિલન થકી, રહે ન કોઈ ઉદાસી,
દુઃખને હસીને લઈ જાય પોતાનામાં સમાવી.
જાદુની ઝપ્પીમાં પ્રેમ પનપતો વધારે,
પ્રેમનાં જાદુની અસર,ઉરે આનંદ પ્રેરે.
સખીઓની કમી સાલે ન ક્યારેય,
દિલમાં જમાવી અડ્ડો, બહાર કયાં આવે ?
સખીઓ છે તો, જીવન મધુર મહેકે,
જીવન સુનું તેના વિના, કેમ કરીને જીવે ?
સખીઓ સંગ વાતો કરતાં અવાઝનો આંક મોટો,
આસપાસ વૃંદ મળ્યું છે સખીઓનું એ સાબિતી કરતો.
સખીઓ સંગાથે પળો વિતે, હૈયે ઉમંગ ભરી,
વર્ષો સુધી યાદો તાજી રહે, માણેલી ક્ષણોની અનુભૂતિ.
