STORYMIRROR

amita shukla

Romance

3  

amita shukla

Romance

વ્હાલમ વરસ

વ્હાલમ વરસ

1 min
132

વરસાદ તું એવો વરસ,

એકાદ ઝાપટું નહીં ચાલે,

ઝરમર વરસાદ ધીમો પડશે,

હેલી વરસશે તો મન તરસશે,

મન તરસશે તો આંખો વરસશે,


આંખો વરસશે તો તું નહીં દેખાય,

જોજોન દૂર મારો સાદ નહીં સંભળાય,

તારો સાદ મન બેકરાર કરે છે,

સાજન સાજન પુકારી ટહુકે છે,

કોયલની બોલી દિલ ડોલાવે છે,

ચાની ખુશ્બુ ચાહત જગાવે છે,


ભરપૂર વહેતા પાણીમાં તરું છું,

તારી પાસે આવવા મથું છું,

મનની નાવડીમાં આરપાર થવું છું,


રીમઝીમ વરસાદમાં તન સળગે છે,

ઠંડો ઠંડો પવન તેમાં હામી ભરે છે,

ચુનર મારી ચીપકી તારું વ્હાલ કરે છે,


વ્હાલમ વરસ તું અનરાધારને તરસ,

ચાહતમાં બસ એટલું જ કહું તને,

વરસાદ તું એવો જ વરસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance