છેલ્લી નિશાની
છેલ્લી નિશાની
છેલ્લી નિશાની તારી,
માણેલી હરેક ક્ષણ આપણી.
નજર સમક્ષ ફરે હમેંશા,
ક્યારેય નાં ભૂંસાય રબરથી,
યાદોના પગલાં અંકિત દિલમાં,
આવે એમાં કેટલાંય મોજાં.
જતનથી રાખી છે તારી યાદો,
કદી નાં આવ્યો વિરહ તારો.
ક્ષણે ક્ષણે તું યાદ આવે મનમાં,
કેમ કરીને કહું તું નથી દિલમાં.
તું છે મારાં એક એક કણમાં,
મન રહે નિત્ય તારા ચરણમાં.