STORYMIRROR

amita shukla

Romance

3  

amita shukla

Romance

તારી યાદમાં લખાઈ ગયું

તારી યાદમાં લખાઈ ગયું

1 min
234

તારી યાદમાં લખાઈ ગયું,

સર્જાયો આભાસી અવાજ,

નજરોથી પામ્યો અહેસાસ,

તો બસ લખાઈ ગયું,

તારી યાદમાં લખાઈ ગયું.


તારી યાદમાં લખાઈ ગયું,

નજરોથી તમે માર્યા તીર,

હૈયામાં વહ્યા પ્રેમના નીર,

તો બસ લખાઈ ગયું.

તારી યાદમાં લખાઈ ગયું.


તારી યાદમાં લખાઈ ગયું,

તડપની આ કેવી કશિશ,

વિરહી પ્રેમની મુક આશિષ,

તો બસ લખાઈ ગયું,

તારી યાદમાં લખાઈ ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance