STORYMIRROR

amita shukla

Romance Others

3  

amita shukla

Romance Others

હું તને કેવી રીતે ભૂલું

હું તને કેવી રીતે ભૂલું

1 min
186

મારા શ્વાસમાં તારુ નામ કોતર્યું,

દિલની ધડકનમાં રમતુંં કર્યું,

હું તને કેવી રીતે ભૂલું.

મારા રોમરોમમાં તારો શ્વાસ મ્હેકે,

પળે પળે તારી યાદ ફરકે,

હું તને કેવી રીતે ભૂલું.

મસ્ત મોસમની હવામાં તુંં,

પવનના સૂસવાટામાં તું,

હું તને કેવી રીતે ભૂલું.


વસંતની મદમસ્ત બહાર તું,

પતઝડનો દુલાર તું,

હું તને કેવી રીતે ભૂલું.

ફૂલોની ખુશ્બૂની રજકણ તું,

મ્હેકતી સરગમ તુંં.

હું તને કેવી રીતે ભૂલું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance