STORYMIRROR

amita shukla

Drama Romance Action

3  

amita shukla

Drama Romance Action

અતરંગ વાતો

અતરંગ વાતો

1 min
155

તારી ને મારી અતરંગ વાતો,

શબ્દોના અલંકારોથી સજેલી,


શબ્દોમાં લાગણીઓ છલકતી,

સરગમ વગાડતી મધુરી વાતો,


દૂર ક્ષિતિજના સૂર્યાસ્તના રંગોમાં,

સાંજે ખીલતી અઢળક વાતો,


દરિયાકિનારે મોજાના સંગીતમાં,

છબછબિયામાં મોજની મુલાકાતો,


ઝૂલો ઝૂલતા, સફેદ ફરફરતી લટમાં,

અતીતની મીઠી, તારી મારી અતરંગ વાતો.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama