STORYMIRROR

Sandip Pujara

Drama

4  

Sandip Pujara

Drama

લઈને આવ્યો છું

લઈને આવ્યો છું

1 min
177

ભલેને સાવ ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું,

હું છેલ્લા શ્વાસ સુધીની જવાની લઈને આવ્યો છું,


નથી એવું કે કાગળ પર કહાની લઈને આવ્યો છું,

હૃદયથી વાંચશો તો પ્રેમ-બાની લઈને આવ્યો છું,


અફીણી આંખ જ્યાં જોઈ તમારી ને હું લથડ્યો છું,

જનમથી ક્યાં કોઈ આદત નશાની લઈને આવ્યો છું,


મરીઝે પણ કબુલ્યું કે પ્રણયમાં તો કળા જોઈએ,

હું તાલીમ પ્રેમની બધ્ધી કળાની લઈને આવ્યો છું,


જીવન ઉપવનની તમને હોય ચિંતા વ્યાજબી છે, પણ

જતન એનું જ કરવા બાગબાની લઈને આવ્યો છું,


કોઈ ચોમાસુ નબળું હોય, તો ચિંતા નહિ કરતા,

વરસ આ લાગણીનું સોળઆની લઈને આવ્યો છું,


ન આપી દાદ, ને પાછા વળી શંકાથી જુઓ છો,

ગઝલ મારી જ છે નહિ કે રપાની લઈને આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama