Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sandip Pujara

Tragedy

4  

Sandip Pujara

Tragedy

શું કરું?

શું કરું?

1 min
225


રોજ દિ ઊગતા ઊગે, એ ઝંખનાનું શું કરું?

થઈને આંગળીયાત આવે, વેદનાનું શું કરું ?


જો વધારો કે ઘટાડો થાય તો સમજણ પડે

એકસરખી રહે છે, એ સંભાવનાનું શું કરું ?


આખરે મંદિરમાં મૂર્તિ એટલું બોલી ઊઠી

થાય કેવળ હોઠથી, એ પ્રાર્થનાનું શું કરું ?


સાત સાગર ખુદ હવે ભયભીત છે તોફાનથી

છે યુગોથી, ડૂબવાની કામનાનું શું કરું ?


એક બે કારણ હૃદય ધબકાવવા પણ જોઈએ

એ વિના તો હાથપગની ચેતનાનું શું કરું ?


Rate this content
Log in