લાભપાંચમ
લાભપાંચમ
1 min
352
તું પ્રથમ જયારે મળી'તી, લાભપાંચમ એ હતી,
સામે જોઈને હસી'તી, લાભપાંચમ એ હતી,
કાંઈપણ પામ્યા વિના મેં જિંદગી સોંપી દીધી
તું મને અનહદ ગમી'તી, લાભપાંચમ એ હતી,
તું મધુરું સ્મિત આપી નીકળી ગઈ, ને પછી ?
મેં ગઝલ પહેલી લખી'તી લાભપાંચમ એ હતી,
સ્વપ્ન મારુ જોઈ મલકાતી, ને આંખો ખૂલતા છાનીમાની તું રડી'તી, લાભપાંચમ એ હતી,
જયારે હું આવ્યો હતો પ્રસ્તાવ લઈને પ્રેમનો, તારી બે આંખો ઢળી'તી, લાભપાંચમ એ હતી,
લઈ ગઈ તારી શરમ જે ક્ષણ, એ પાછી પામવા,
મેં તને ચૂમી લીધી'તી, લાભપાંચમ એ હતી.