Sandip Pujara

Others

4  

Sandip Pujara

Others

ફાવે

ફાવે

1 min
330


તને એ વિશે બોલવાનું જ ફાવે,

મને જિંદગી જીવવાનું જ ફાવે,


ભરોસો નથી જાત પર એવું કંઈ નહિ,

હરીફાઈ તો.... ટાળવાનું જ ફાવે,


કરીને ભૂલે, આંસુ સારે, એ બીજા

પ્રણય હોય તો પૂજવાનું જ ફાવે,


દીવો જો ન હો તો ભીતરનાં ઉજાસે,

દિવાળી છે, તો માણવાનું જ ફાવે,


બીજા સૌ ભલેને સરળ પાત્ર ભજવે,

મને માત્ર માણસ થવાનું જ ફાવે,


સમજદારીની વાતો એ શું સમજશે ?

હૃદયને ફકત ચાહવાનું જ ફાવે.


Rate this content
Log in