Sandip Pujara

Romance

3  

Sandip Pujara

Romance

દેખાય ચહેરો એ

દેખાય ચહેરો એ

1 min
526


હો આંખો બંધ કે ખુલ્લી, મને દેખાય ચહેરો એ

બનીને ચાંદની શીતળ મને વીંટળાય ચહેરો એ,


નથી તનમન ઉપર અંકુશ રહેતો સહેજ પણ મારો

કે અંગેઅંગ પર એ રીતે હાવી થાય ચહેરો એ,


નજર સામે ઘડીભરમાં રચાતું મેઘધનુષ આખું 

બધા રંગોની લાલી ઓઢીને શરમાય ચહેરો એ,


મને એવું જ લાગે ચાસણીનાં દરિયે ડૂબ્યો છું

બધું મધમીઠુ લાગે જ્યાં જરા મલકાય ચહેરો એ,


જરા પાંપણ ઉઠાવે ને નજર સાથે નજર ટકરાય

પ્રથમ તો ભીંજવે ને ખુદ પછી ભીંજાય ચહેરો એ,


વગર પીધે જ ઝૂમુ છું, લો એનો ભેદ પણ ખોલું

બનીને કેફ, મારામાં સતત ઘોળાય ચહેરો એ,


કલમ કાગળ અને સ્યાહી સતત એને જ ઝંખે છે

બની શબ્દો ગઝલમાં રાત'દિ ઘૂંટાય ચહેરો એ.


Rate this content
Log in