રમત
રમત
રમત રમતમાં વાત થઈ,
ને આમ જીવન -રમતની શરૂઆત થઈ,
મારી ને તારી, તારી ને મારી,
કેવી મુલાકાત થઈ !
નજર ને જ્યાં નજર મળી,
ને લો પ્રણયની શરૂઆત થઈ,
લાગણીના તાંતણે જ્યાં બંધાયા,
ને તારા હદયની હિસ્સેદાર થઈ,
હાથમાં જ્યાં હાથ પ્રસરાવ્યો,
ત્યાં જ દરેક સફરની હમરાઝ થઈ,
સપ્તપદીના સાત ફેરે
એક જિંદગી જવાબદાર થઈ.

