ઉઠાવી એણે પલકો
ઉઠાવી એણે પલકો
1 min
486
ઉઠાવી એણે પલકો,
થયું અનુસંધાન નજરનું,
તારામૈત્રક દૈદિપત્માન રચાઈ રહ્યું,
હતા જે કદીક નજરોથી ઓઝલ,
પલકવારમાં એકમેકના સમિપ
જણાઈ રહયા.
નહોતી એકમેકની વચ્ચે સમયની
સાંઠગાંઠ,
તોયે સ્નેહગાઠે સંકળાઈ રહયા.
નસીબની બલિહારી કેવી અજબ છે દોસ્તો,
અનજાન લાગતા સંબંધો કદીક
પરિપૂર્ણતા આપી જાય છે.