પિતાના ઘેરથી પાછા ફરતા
પિતાના ઘેરથી પાછા ફરતા


પિતાના ઘેરથી પાછા ફરતા,
આવી ગયુ એક ડૂસકું પ્રિયાને,
દરવાજા સામે ખુરશી નાંખી,
બેઠેલા વ્હાલાસોયા પિતા,
અને દિકરી આવવાની ખુશીમાં
જાતજાતની વાનગીઓ
બનાવતી માને
આવજો કરીને જવુ
કેટલુ કઠીન હોય છે !
એક દિકરીના કિરદારમાં
જનમ લેતી દુહિતા,
આખરે બીજા ઘરની,
આબરુ બની વિદાય લે છે.
જનમ આપનાર અને
જીવન જીવવા સક્ષમ
બનાવનાર માતાપિતાથી દૂર,
નવા લોકોને અપનાવીને
જિંદગી જીવતી દિકરી,
સાચેસાચ તો એવોર્ડ વિનર છે.