બાળપણની યાદોં
બાળપણની યાદોં


બાળપણની યાદોં,
બહુ અમીર હતી.
એકબીજાની સંગાથે,
કરતા'તા ધમાલ મસ્તી,
વાતો કેટલી બધી અજીબ હતી.
ગોફણ, નાગચૂ અને કુંડાળાની
રમત ખૂબ રમી'તી...
નદીકાંઠે રમેલી આંબલી
પીપળીની રમત મનને ખૂબ
મોહતી'તી.
ખેતરને શેઢે તોડીને મગ ને,
ચોળીની શીંગો ખૂબ ખાધી'તી.
ગામને પાદર શિવજીની દેરી એ
કરેલી ભજનોની રમઝટ આજે
પણ યાદ આવે છે મને.
બાળપણની ખટમધુરી વીતાવેલી
પળો આજે પણ યાદ આવે છે મને.