STORYMIRROR

Sushila Patel

Drama Romance

4  

Sushila Patel

Drama Romance

દ્વાર

દ્વાર

1 min
258

આજ કેમ રવિ તેજમાં તેજસ્વી કિરણો અપાર ?

કેમ ઉષા પણ ખીલીને પ્રવેશી મારા ઘરને દ્વાર ?


કેમ ઝાકળ બુંદને સ્પર્શવા દિલ ભાગે એની કોર ?

કેમ એ આછાં પ્રકાશે રંગ પૂર્યાં મારા દિલને દ્વાર ?


કેમ મંદ સમીરને પણ ચડ્યો છે જોશીલો જોર ?

કેમ લહેરીને મારા બંધ ખખડાવે દિલનાં દ્વાર ?


કંઈક તો છે, મારા દિલમાં કોઈનો અદ્રશ્ય કરાર,

જાણે કોઈ મારે ટકોરા, સ્નેહે સૂના દિલને દ્વાર,


આવીને કરી જા સામેથી મારા સ્નેહનો સ્વીકાર,

આમ સંતાઈ સંતાઈ શું ખોલે તું તારા દિલનાં દ્વાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama