ક્ષમા
ક્ષમા
પકડી છે રાહ તારી, સાથ મંજીલ સુધી રાખજે,
ભરપૂર મહેફીલમાં તું,એક જગા મારી રાખજે.
આવશે આંટી ઘૂંટી,સબંધનાં બંધન તું રાખજે,
થાય જો ભૂલ ભૂલથી, *ક્ષમા* ભાવ રાખજે.
થઈશું ક્યાંક નિરાશ તો,હિંમતથી કામ રાખજે,
ઉગરશું ભવસાગર,તું વિશ્વાસ ભરપૂર રાખજે.
ચડીશ હું કપરાં ચઢાણ,સ્નેહનું પોરસ આપજે,
ડગમગે મન મારું,થોડી સ્થિરતાથી સંભાળજે.
જોમ હોય સાચી પ્રિતની રીતમાં,યાદ રાખજે,
રાખ થઈ જઈશ,કાષ્ટનાં ઢેર ખડકીને રાખજે.

